Sunday, November 1, 2026

પ્રામાણિક ગાંડપણ

 

પ્રામાણિક ગાંડપણ

હું માનું છું કે, નાથુરામ ગોડસે એક પ્રમાણિક ઇન્સાન હતો.

ગાંધીજીની હત્યામાં જ દેશનું હિત સમાયું છે, એવું ગાંડપણ એને વળગ્યું.

આવા પ્રામાણિક ગાંડપણ માટે એણે વ્યવસ્થિત આયોજન કર્યું.

આવા પ્રામાણિક ગાંડપણ માટે એ હથિયાર ખરીદીને દિલ્હી દોડી ગયો.

આવા પ્રામાણિક ગાંડપણ માટે એણે ગાંધીજીના પ્રાણની આહુતિ લીધી.

આવા પ્રામાણિક ગાંડપણ માટે એણે પોતાના પ્રાણની આહુતિ આપી.

હાલમાં જ ગાંધી કરતાં હજારો ઘણા વધારે ખતરનાક પોલિટિશિયનોએ

લોકશાહીના દરબારમાં ‘વકફ બીલ’ વેળા નગ્ન નાચ કર્યો.

બીલ પાસ થયું ને ગાંડપણવાળા મુસ્લિમ રાજકારણીઓનાં રાજીનામાં પડયાં.

તેઓએ તેમની પ્રામાણિક ગાંડપણવાળી ધાર્મિક વફાદારી બતાવી.

સામે ભદ્ર ગણાતા હિન્દુઓએ પોતાનું અપ્રમાણિક શિખંડીપણું જાળવી રાખ્યું.

કોઈ મા-ભારતીના સપૂતે રાજીનામું આપવાની હિંમત નથી બતાવી.

હિન્દુઓએ ગદ્દાર હિંદુઓમાંથી જ પેદા થનારા જયચંદોથી બચવું પડશે.

આપણા વૉટ્સએપીઆ ડહાપણમાં પણ ગોડસેના ગાંડપણ જેટલી સચ્ચાઈ છે ખરી?

હિંદુઓમાં રહેલી આવી શરમજનક નપુંસકતાને કારણે જ

ગાંધીજીએ આઝાદીની લડતમાં અહિંસાને સ્થાન આપ્યું હશે !

(પંકજદાંડી)

No comments:

Post a Comment