હિન્દુ છું, એટલે
જ નથી ગમતું.
હિન્દુ હોવાનો મને ગર્વ છે, પણ
કેટલુંક મને નથી જ ગમતું.
આપણી વર્ણવ્યવસ્થા હજુ ય એકતામાં અંતરાય બને છે.
જાતિ આધારિત જનગણના દેશના ભાગલાનું કારણ બની શકે છે.
કાયદેસર રીતે પ્રતિબંધિત સતીપ્રથા શું સાચે જ બંધ થઇ ગઈ છે ?
દહેજ, બાળવિવાહ
અને વિધવાદમનની દીક્ષા કોણ આપતું હશે ?
અસ્પૃશ્ય માનવને માનવ તરીકેનો દરજ્જો પણ ન મળે એ કેવું ?
આપણા ધાર્મિક ઉત્સવો હવે ધતીંગની કક્ષાએ નથી પહોંચ્યા ?
આશ્રમોમાં ચાલતી અરાજકતા હિન્દુ ધર્મની શરમ નથી શું ?
વિશ્વામિત્રથી વિનોબા સુધીની આપણી ઋષિ પરંપરા
ખુબ મહાન હોવા છતાં કેટલાક સુધારાઓ માંગે છે
એ માટે આપણને બીજા રાજા રામમોહનરાયની જરૂર છે.
હિન્દુ ધર્મ થોડોક બંધ અને વધારે ખુલ્લો છે આથી સુધારાને અવકાશ છે.
આથી જ નવરાત્રીમાં ઝુંટીને લીધેલો
ગલગોટો પણ પવિત્ર બની રહે છે.
અને આવા જ ગલગોટા પછી ગુલાબ અને મોગરા બનીને મહેંકી ઉઠશે.
ત્યારે હિન્દુસ્તાનની સીમાની બહાર પણ એની સુગંધ ફેલાશે.
ધીમેથી અને
મોડેથી પણ સુધારાને અવકાશ છે એ નક્કી.
(પંકજદાંડી)
સરસ !
ReplyDelete