Sunday, October 4, 2026

મધુરતમ કવિતા

 

મધુરતમ કવિતા

આપણું પ્રથમ મિલન કેવું રોમાંચકારી હતું !

હું ડર અને ગભરામણની મર્યાદાથી કાંપતો છોકરો હતો,

તું મુગ્ધતાની મૂર્તિ સમાન ખૂબસૂરત કન્યા હતી.

મારી મર્યાદાયુક્ત મુગ્ધતા અને તારી મુગ્ધતાયુક્ત મર્યાદા,

દરિયાકિનારાના વાતાવરણમાં ચોમેર સુગંધ પ્રસરાવી રહી હતી.

શોભામાં સુગંધ ભળે તેમ મર્યાદામાં મુગ્ધતાનું મિલન થઇ રહ્યું હતું.

મેં કહ્યું; “ચાંદની વિના કમળ એની રાતની શોભા ખોઈ બેસે.”  

તેં ઉત્તર વાળ્યો; "કમળ વિના ચાંદનીના તેજનું મહત્વ જ ન રહે.”

એક છોકરા અને છોકરી વચ્ચેના દિવ્ય આકર્ષણની તે વેળા,

દાંડીના દરિયા કિનારે લખવામાં આવી એક મધુરતમ કવિતા.

પછી વિધિની વક્રતાથી એ દિવ્ય કવિતાને ભૂલી જવામાં આવી,

ને પચાસ વરસ બાદ વોટ્સએપ પર પ્રકાશીત કરવામાં આવી.

(પંકજદાંડી)

No comments:

Post a Comment