કયા
યુગની સ્ત્રીઓ સુખી?
આપણા પુરુષપ્રધાન સમાજના આગેવાનો ચિંતા વ્યક્ત કરતાં,
કહેતા ફરે છે કે; “વર્તમાન
યુગમાં સ્ત્રીઓનું શોષણ થાય છે.”
તો મારો પ્રશ્ન એ છે કે; કયા યુગમાં
સ્ત્રીઓનું શોષણ નથી થયું ?
ઋષિ પરાશરે
મત્સ્યગંધા સાથે કરેલું તે સત્કર્મ કે દુષ્કર્મ ?
અંબા, અંબિકા અને
અંબાલિકા ભીષ્મ સાથે
મરજીથી આવેલી ?
દુષ્યંતે સગર્ભા શકુંતલાને ઓળખવાની ના પાડી.
રાજા નળે દમયંતીને વનમાં અર્ધવસ્ત્રે એકલી છોડી.
રાવણે સીતાહરણ કર્યું,
ઉપરથી સગર્ભા સીતાનો રામે ત્યાગ કર્યો.
ભરી સભામાં રજસ્વલા દ્રૌપદીનું ચીરહરણ થયું.
સ્વર્ગના લંપટ
રાજા ઇન્દ્રને કોઈ એન્કાઉન્ટરનો ડર ન હતો.
લિસ્ટ તો ઘણું
લાંબું થાય છે મહેરબાન !
હાલના કળયુગમાં પણ બળાત્કાર થાય છે,
પરંતુ સ્ત્રીઓ કાયદાથી રક્ષિત છે.
એમને ઓછે વધતે
અંશે ન્યાય તો મળે જ છે.
જે પહેલાંના
યુગમાં સંભવ ન હતું.
તો કયા યુગની
સ્ત્રીઓ સુખી ?
મારો જવાબ છે, વર્તમાન યુગની.
(પંકજદાંડી)
કિસાન આંદોલનનાં
તોફાની વાદળો દિલ્હીના માર્ગમાં ફરીથી ઘેરાયાં અને મને યાદ આવ્યો થોડા સમય પહેલાં
ભારતીય મહિલા પહેલવાનોએ જાતીય સતામણીના મુદ્દે કરેલો ખળભળાટ. મામલો રાજીનામાં અને પદક
વાપસી સુધી પહોંચ્યો. ત્યારે લખાયેલી આ રચનાને પોષ્ટ કરવામાં થોડું મોડું જરૂર
થયું છે. જ્યાં સુધી જગતમાં સ્ત્રી અને પુરુષ હશે ત્યાં સુધી
સતામણીનો પ્રશ્ન રહેશે ને રહેશે જ. કઈંક અંશે એ કુદરતી
પણ છે. આથી એમાં સ્ત્રી અને પુરુષ બંને પક્ષે ખૂબ જ સમજદારીની જરૂર છે.
No comments:
Post a Comment