રામ વનવાસ વિદાય વેળા...
ધર્મધારીણી ને વનવિહારીણી ઉડીશ હું મનગગનમાં.
લક્ષ્મણની આંખ ઉઠી ન શકી, એક
વાર પણ પલકી ન શકી
ઉર્મિલા સામેથી હટી ન શકી, વેધક પ્રશ્નો ટાળી ન શકી.
બોલો નાથ શું કરું? મહેલમાં
કે જંગલમાં?
સેવામાં તમારી કે માતાજીની?
શું બોલું ને શું ન બોલું, લક્ષ્મણ
નું ચિત્ત ચકરાવે ચડયું,
સ્થિરતા જાળવી મધ્યમ માર્ગનું વિચારવું
પડયું.
ભાઈ-ભાભીને વિઘ્ન પડશે,
કદાચ એકલાજ વન સિધાવશે.
તારું વન ગમન સંભવ નથી, કડવું
સત્ય કહેવું પડશે.
પ્રિયે તું અહીંજ રહજે, મારો
વિરહ પણ તું જ સહજે.
કહ્યું ઉર્મિલાએ : હે
મન ! તું લક્ષ્મણ પથનું વિઘ્ન ન બન !
સ્વાર્થ મારો ત્યાગનો બન ! મારગ મારો સત્યનો બન !
દુઃખના પહાડ સામે તું અડગ બન !
રામજી ની વાણી:
લક્ષ્મણ તું તો રહેશે તપસ્પૃહી ને હું રહીશ
વનમાં પણ ગૃહી.
તું જ કહેવાશે સાચો વનવાસી, તું
છે જ નિર્મોહી.
સુમંત્ર બોલ્યા : રામ તમારું મંગળ હો, પ્રાપ્ત આપને અધિક બળ હો !
ને વાચક બોલ્યા; અયોધ્યામાં
રામમંદિર હો.
સરદારના સોમનાથ પછી મોદીનો નાદ હો.
હંમેશાં હિન્દુસ્તાનમાં ગુજરાતનું ગૌરવ
હો.
(પંકજદાંડી)
No comments:
Post a Comment