ફેક એન્કાઉન્ટર
દેશમાં જેવું કોઈ એન્કાઉન્ટર થાય કે તરત ટીવી ચેનલો કામે લાગી જાય.
એક ધડું એને સાચું અને જરૂરી બતાવે, બીજું
ફેક સાબિત કરવા મથે.
મારે ફેક એન્કાઉન્ટરની વકીલાત નથી કરવી,
પરંતુ એને અનિવાર્ય અનિષ્ઠ ગણવું પડે જ એવી પરિસ્થિતિ તો છે.
શરીરમાં કેન્સર થાય અને ડોક્ટર સર્જરી કરે તેને ક્રૂરતા ગણી ન શકાય.
માનવ જીવનમાં અગ્નિના ઉપકારો ઘણા છે,
છતાં આગ લાગે ત્યારે તેને હોલવવી જ પડે.
ભારતવર્ષમાં એન્કાઉન્ટરનો ઇતિહાસ ઘણો પુરાણો છે.
રામાયણકાળમાં રામ દ્વારા થયેલો વાલિવધ ફેક એન્કાઉન્ટર ગણાય ?
મહાભારતના યુદ્ધમાં દ્રોણ,
ભીષ્મ, કર્ણ, દુર્યોધન
અને
અભિમન્યુનાં પણ ફેક એન્કાઉન્ટર ન હતાં ?
અફઝલખાનને મારવાની શિવાજીની યુક્તિ પણ ફેક એન્કાઉન્ટર ગણવી પડે.
પોલીસ કે જવાન આપણું રક્ષણ કરતાં શહીદ થઇ જાય,
ત્યારે તેમને અંજલિ આપતા બે શબ્દો બોલતાં પણ અચકાતો,
કહેવાતો ધર્મનિરપેક્ષ સમાજ, આંતકવાદીના
બચાવમાં
ઉતરી પડવામાં જરાયે વાર નથી લગાડતો.
દેશ અને સમાજના રક્ષણ માટે થતું કોઈપણ એન્કાઉન્ટર ફેક નથી.
(પંકજદાંડી)
No comments:
Post a Comment