જગદીશભાઈ અવાદરિયા
એક ધીમું હસતો ચહેરો હતો કૃષિ કેમ્પસમાં,
આજે એ નથી રહ્યો આ સંસારમાં.
એક વડીલ મિત્ર હતા વોટર મેનેજમેન્ટમાં,
બાળકોના અવાદરીયાકાકા સ્ટાફ ક્વાર્ટર્સમાં.
એવું તે શું હતું જગદીશભાઈ અવાદરિયામાં ?
જેણે ચિરસ્મરણીય સ્થાન બનાવ્યું અમારા હૃદયમાં.
સાલસ, સરળ સ્વભાવ અને સહકારની ભાવના.
મને અને મારાં બાળકોને લઈને,
દવાખાના સુધી તમે દોડયા છો,
દિવસે-રાતે, વરસતા વરસાદમાં ને કડકડતી ઠંડીમાં.
તમે નથી ભૂલાયા અમારી કેનેડિયન લાઈફમાં,
અમર છો અને રહેશો ‘પંકજમ’ ફેમિલીમાં.
આપના આત્માની શાંતિ અમારી માંગણીમાં,
વિનંતી પ્રભુને અમારી આજની પ્રાર્થનામાં.
(પંકજદાંડી)
જગદીશભાઈ અવાદરીયા સાથે મારો નાતો જોડાયો 1982માં. એમ.એસ.સી.ના અમે સહાધ્યાયી. હું
ફ્રેશ અને તેઓ ઈન સર્વિસ. પછી સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટમાં સહકાર્યકર. મારા પી.એચ.ડી. ના એક વિષયના પ્રોફેસર. તે સૌથી ઉપર મારા વડીલ મિત્ર. મારા પપ્પાના
અવસાન બાદ મારા મોટા ભાઈ બની રહ્યા. અનેક વાર મને અને મારાં બાળકોને લઈને ડોક્ટર
પાસે દોડયા છે. કેનેડામાં પણ અમારી મિત્રતા અને સંપર્ક યથાવત
રહ્યા. આજે એમના નામની આગળ સ્વર્ગસ્થ લખતાં હૃદય ચીરાય
જાય છે. પરંતુ વિધાતા સામે આપણે સૌ લાચાર છીએ.
No comments:
Post a Comment