અમૃતરસ
હે ચાંદની !
તારી શીતળતા
અને મધુરતાના
અમૃતરસનો
પ્યાલો છલોછલ હતો.
એનું રસપાન
કરવાની મારી તીવ્ર ઈચ્છા હતી.
પરંતુ વિધિની
વક્રતાથી,
અમૃતરસનો એ
પ્યાલો બીજે ક્યાંક ઢોળાય ગયો.
પછી મને જયારે
પ્રેમતૃષ્ણા જાગી ત્યારે,
બીજા એક હેતાળ
હૈયાની હૂંફ મળી.
એનો પ્યાલો પણ
છલોછલ ભરેલો હતો.
એ પ્યાલાથી
હું સાચે જ તૃપ્ત થયો.
મારે તારી
શીતળતા ને મધુરતાને માણવી છે.
પણ હેતાળ
હૈયાંને દગો ય નથી દેવો.
આથી ‘જય શ્રી કૃષ્ણ’ વાળી શીતળતા અને
‘રાધે રાધે’ વાળી
મધુરતા ને
થોડાક હજાર માઈલ દૂર રહીને
જીવનના અંત
સુધી માણવી છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment