સેક્યુલર
મોન્ટ્રિઅલની જ્યુઈશ જનરલ હોસ્પિટલમાં,
હમાસ સમર્થક આંદોલનકારીઓની,
ખ્રિસ્તી ડોકટર અને બૌધ નર્સના હાથે સારવાર થાય છે.
સુરતની મહાવીર હોસ્પિટલમાં,
હિન્દુ સર્જન, મુસલમાન
દર્દીના હૃદયની સર્જરી કરે છે.
નવસારીની પારસી જનરલ હોસ્પિટલ,
હિન્દુ-મુસ્લિમ, ઉજળિયાત-દલિત દર્દીઓથી
ઉભરાઈ જાય છે.
ત્યારે આ તમામ જગ્યાએ આપોઆપ રચાય જાય છે;
મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, દેવળ
અને દેરાસર.
અહીં આત્માઓને પરમાત્મા સ્વરૂપે જોવા-સાંભળવા-સમજવા માટે;
આંખ, કાન અને મગજ ખુલ્લાં
રાખવાં પડે છે.
‘સેક્યુલર’ શબ્દ
પણ અહીં જ ખરા અર્થમાં સાર્થક થાય છે,
પરંતુ હમાસના, પાકિસ્તાનના, બાંગલાદેશના અને દુનિયાના
આતંકીઓને આ સમજાશે ખરું ???
(પંકજદાંડી)
No comments:
Post a Comment