મુક્તિની શક્તિ
એક પ્રશ્ન પૂછું સખા ?
જો તું ભગવાન જ હોય તો પછી,
અવતરણ માટે કારાગારનું સ્થાન કેમ પસંદ કર્યું ?
શું કારાગારમાંથી જ મુક્તિનો મંત્ર મળે ?
મહાભારતકાર કહે છે; જ્યાં
કૃષ્ણ છે ત્યાં ધર્મ છે.
એનો અર્થ એવો થાય કે, જેલમાં
પણ ધર્મ તો છે જ.
વ્યવહારુ અર્થ એ કે, દરેક
કેદી ગુનેગાર હોતો નથી.
આથી કેદી
પણ મુક્તિનો અધિકારી છે,
એવું આપનો જીવનપ્રવાસ સ્પષ્ટ કરે છે.
જાતિ, ધર્મ, ભાષા, અહંકાર, એષણા, તિરસ્કાર,
શંકા, વહેમ, અહમ
વગેરે અનેક નકારાત્મક
શક્તિઓના કારાગારમાં ફસાયેલાં અમે,
મુક્તિનાં અધિકારી હોવા છતાં,
તારા જેવા લોયરના અભાવે મુક્તિ મેળવી શકતાં નથી.
હું તને તારો બર્થ ડે વિશ કરું છું,
તું મને મુક્તિની શક્તિ અપાવ.
(પંકજદાંડી)
જન્માષ્ટમીના
એક દિવસ પહેલાં ભગવાન કૃષ્ણને અર્પણ
No comments:
Post a Comment