Sunday, October 4, 2026

રામરાજ્ય

 

રામરાજ્ય

જો રામ, કૃષ્ણ, ગાંધી, સરદાર અને મોદી નામના

પાંચ ભિન્ન ભિન્ન રસાયણોને સંયોજિત કરીને

એક પંચામૃત તૈયાર કરવામાં આવે તો....

તેમાંથી આપણને આવું જ્ઞાન મળશે.

·       કાયરની અહિંસા આપણને માન્ય નથી.

·       નિર્માલ્ય સૌજન્ય પણ અમાન્ય છે.

·       મન્યુ વિનાનો ધર્મ નિસ્તેજ છે.

આ પાંચ પૈકી આપણી પાસે એક જ રસાયણ મોજુદ છે,

અને તે છે નરેન્દ્ર દામોદરદાસ મોદી.

હિંદુ ધર્મના હિતેચ્છુઓ એમની પાસેથી ચાર અપેક્ષાઓ જરૂર રાખશે,

·       ધર્મની ગ્લાની દૂર કરો.

·       દુર્જનોનો વિનાશ કરો.

·       સાધુઓનું પરિત્રાણ કરો.

·       ધર્મની સંસ્થાપના કરો.

(પંકજદાંડી)

 

રામ મંદિર તો બની ગયું. શું હવે રામરાજ્ય આવશે? મારી ધારણા છે કે, જો આપણે આ સાધુ પુરુષને સપોર્ટ કરીશું તો જરૂર આવશે. CAA, NRC, ARTICLE 370 વગેરે પણ અશક્ય જ હતાં ને? ભાઈ મોદી હૈ, તો મુમકીન હૈ. અહીં મોદી અને ગાંધી સામસામે છે. ગાંધી માટે અહિંસા પહેલી છે, મોદી માટે ધર્મ પહેલો છે. ધર્મની રક્ષા થશે તો અહિંસાની જાળવણી આપોઆપ થશે. પરંતુ જો ધર્મ ડૂબ્યો તો અહિંસા ક્યાંય ન હોય. ઔરંગઝેબને અહિંસાની ભાષા ન આવડે. તેની સામે રક્ષણ માટે તો યુદ્ધ અને હિંસા જ જરૂરી છે. મુંબઈ મીરારોડનો તાજો દાખલો આપણી સામે છે. આથી જ લખ્યું છે: “મન્યુ વિનાનો ધર્મ નિસ્તેજ છે.”

 

No comments:

Post a Comment