Sunday, October 4, 2026

મંદોદરીની મનોવ્યથા

 

મંદોદરીની મનોવ્યથા

હું દશાનન રાવણપત્ની, રાણી મંદોદરી છું.

પ્રાતઃસ્મરણીય પાંચ સતીઓ પૈકીની એક ખાસ છું.

ઋષિ ગૌતમની પત્ની અનસૂયાએ ઇન્દ્રનો સંગ કરેલો.

વાલિ પત્ની તારાએ,  સુગ્રીવ સાથે દિયરવટુ કર્યું.

પાંચ પતિઓ વાળી દ્રૌપદી કૃષ્ણ તરફ ઝુકેલી હતી.

મારા જ પતિએ સીતાનું હાથ પકડી અપહરણ કર્યું.

પણ આ મંદોદરી રાક્ષસરાજમાં પણ બેદાગ રહી શકી છે.

યાદ રાખજો, અમે બધાંએ પુરુષોને કારણે દુઃખ સહયાં છે.

દુઃખ સહે તે સ્ત્રી સતી અને દુઃખ આપનાર પુરુષ બહાદુર !

પતિવ્રતા સ્ત્રીનાં આંસુ ધરતી પર પડે તે વ્યર્થ જતાં નથી.

રાવણ કુળના નાશ પછી પણ રામ રાજ તો આવ્યું જ નથી.

સીતા મુક્ત થઇ ને હું વિધવા, શું એ પણ અન્યાય નથી?

(પંકજદાંડી)

અયોધ્યામાં રામ મંદિર બની ગયું. રાલ રામલલ્લા બિરાજમાન થઇ ગયા. કેટલાક વાંકદેખાઓને સીતામાતાની ગેરહાજરી ખૂંચી રહી છે. ત્યારે આજે રાજસ્થાનની દીકરી મંદોદરી એની વ્યથા લઈને આવી છે.

 

No comments:

Post a Comment