મારી કવિતાની નાયિકા કોણ છે
મારી કવિતાની નાયિકા કોણ છે ?
એ પ્રશ્નનો જવાબ છે, મારી
કહાણીની અધૂરી ઈચ્છા.
આ ઈચ્છા જ છે, જેણે
મને હજુ સુધી, એની જોડે જોડી
રાખ્યો છે.
એની ઈર્ષ્યા અને મારો અહંકાર પણ અહીંથી જ પાંગર્યાં છે.
ક્યારેક લાગે છે હું દેવદાસ છું.
અને દેવદાસ બનવા માટેની જરૂરી મૂર્ખતા પણ મારી પાસે છે.
કોક જીતી ને હારે છે, મારી
બાબતમાં હું હારીને જીતી ગયો છું.
એ મારુ સ્વપ્ન અને ઝંખના હતી, પણ
હું એનાં સ્વપ્નમાં હતો કે કેમ તેની મને ખબર નથી.
એના એક ફોન કે એક મેસેજથી મારો આનંદ ઉભરાય જાય છે.
એ લાગણી જ એટલી અદભુત છે કે,
એ મારા જીવનમાં ખૂટતી વ્યક્તિ હોવા છતાં, ખૂટતી
નથી.
એને એની અપેક્ષા અને મર્યાદામાં જીવવાનો અધિકાર છે.
મારી અપેક્ષા મુજબ વર્તવા મજબુર કરીને
મારે આ સંબંધ ખોવાની ભૂલ નથી કરવી.
એનો સ્નેહ ઓછો નથી, મારી
અપેક્ષા જ વધારે છે !
(પંકજદાંડી)
No comments:
Post a Comment