Sunday, October 4, 2026

કદાચ તું જ હોય શકે છે

 

કદાચ તું જ હોય શકે છે

જયારે મારા જીવનમાં કલ્પના સ્વરૂપે એક પ્રિયતમા ઉમેરાઇ,

ત્યારે તેણે આપોઆપ મારી કવિતાઓની નાયિકાનું સ્થાન લઇ લીધું.

પછી જ મને મારા જીવનનો નવો અર્થ મળ્યો,

એને નવી સમજ મળી.

મેં વર્ણન કર્યું એના સૌંદર્યનું, શૃંગારનું, સાદગીનું, સંવેદનાઓનું.

હું એને સમજી શક્યો છું એવું સત્ય સમજાવવામાં સફળ રહ્યો.

એના અસ્તિત્વને હાથ પકડીને મારી નજીક લઇ આવ્યો.

એના વ્યક્તિત્વને ખીલવીને મારા હૃદયમાં બેસાડી લાવ્યો.

એની ઓળખાણ કરાવી એની પોતાની જાત સાથે.

સંસારના રોજિંદા જીવનમાં ભુલાય ગયેલી એ ક્ષણોને યાદ કરાવી.

જિંદગીના ધૂંધળા થયેલા દર્પણને લૂછીને

એને એનું જ પ્રતિબિંબ બતાવ્યું.

પછી એ ધીરેથી એટલું જ બોલી,

તું સ્વીકારે કે ના સ્વીકારે,

પણ મને એક એવા દોસ્તની ઝંખના છે,

જે કદાચ તું જ હોય શકે છે !

(પંકજદાંડી)

No comments:

Post a Comment