મોદીની સિંહ સવારી
જગતમાં શકુનિઓનું મહાભારત બરાબર ભજવાયું છે,
હવે કુરુક્ષેત્રનું લોકેશન ઈન્ડિયાથી યુક્રેન બદલાયું છે.
ગંદામાં ગંદી રાજનીતિ જગતકાજી અમેરિકા રમે,
પછી અકળાયને યુદ્ધનું આકરું પગલું રશિયા ભરે.
ભારતના વિદ્યાર્થીઓનું મફતમાં એરલિફ્ટિંગ થાય,
નાટો ભરોસે રહેલો યુક્રેન દેશ પાયમાલ થઇ જાય,
પેટ્રોલ, ડીઝલ અને ખાદ્યાનના ભાવ આસમાને જાય,
નાના મોટા અનેક દેશોમાં ઇકોનોમિક ક્રાઈસીસ થાય.
રશિયાની ભયંકર ક્રૂરતાને પણ ચીનનો ટેકો મળી રહે,
ને શાણું ઇન્ડિયા યુનોમાં મતલબી મતદાનથી દૂર રહે.
ભારતમાં માનવ અધિકારને મુદ્દે અમેરિકાની ચંચુપાત થાય,
ને જયશંકર દ્વારા 'સાલા ઝુકેગા
નહીં' સ્ટાઇલ જવાબ
અપાય.
ન્યુટ્રલ ભારતના બિનજોડાણવાદની આકરી પરીક્ષા થાય,
કોંગ્રેસી નહેરુની વિદેશનીતિ પર મોદીની સિંહ સવારી થાય.
(પંકજદાંડી)
ખંધા અમેરિકાની
ગંદી રાજનીતિમાં સપડાઈને યુક્રેન ખુવાર થઇ ગયું છે. હવે જગતકાજી બની બેઠેલું
અમેરિકા વિશ્વના દેશોને પોતાના પક્ષે કરવા શામ, દામ, દંડ અને ભેદની
નીતિ અપનાવી રહ્યું છે. આ અઠવાડિયામાં જ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે
અમેરિકામાં જઈને અમરિકાને એની ભાષમાં જે જવાબ આપ્યા છે તે હિંમત અને મર્દાનગીનું કામ
છે. આજની રચના ભારતના એ હાજરજવાબી વિદેશમંત્રીને અર્પણ.... માં તુઝે સલામ.
true
ReplyDelete