પત્નીને જીવનની ષષ્ટિપૂર્તિ પર
એકે ય શબ્દ બોલ્યા વિના અમારી જરૂરિયાતોને તેં જાણી છે
પ્રિયંકા, પ્રશાંત, કનિષા અને
શીરીનની
સાંકળ બનવાનો ભરચક પ્રયત્ન કર્યો છે.
રોજ સવારે સૌથી પહેલા ઉઠી લંચબોક્સ રેડી કર્યાં છે.
આર્યા, પ્રાયન અને પ્રિષાનો વિશેષ ખ્યાલ રાખ્યો છે.
મારી માંદગીમાં અડીખમ સધિયારો સાંપડયો છે.
કોવિદના કપરા સમયગાળામાં ચેપની ચિંતા છોડી છે.
હોમ કોરોનટાઇનમાં ખુબજ સેવા કરી છે.
આજે તારી વય તો નિવૃત્તિની આવી છે
પણ એ તરફ જવાનાં તારાં તમામ દ્વાર બંધ છે.
‘તરૂ’ની હેલ્થ અને વેલ્થની ‘લતા’ કદી કરમાય નહીં,
‘તારા’ ના સિતારા સદાય ચમકતા રહે,
ખુશ રહે, નિરોગી રહે અને
જીવનની સદી પુરી કરે,
‘પંકજ’ એવી જ હાર્દિક શુભેચ્છા પાઠવે.
(પંકજદાંડી)
Thank you
ReplyDelete