ખુશ રહો
ગયા એટલા બાકી નથી દિવસો જંદગીના યારો,
ગેમ અભી બાકી હૈ માની તેમાં હવે ખુશ
રહો.
આપણા થઇ ચુક્યા છે તેમના અપનાપનથી ખુશ રહો,
આપણા નથી થઇ શક્યા તેમના અલગાવથી ખુશ રહો.
ચાંદનીની શીતળતામાં ને જ્યોતિની ઉષ્ણતામાં ખુશ રહો.
ખોવાયેલા ને રિસાયેલા મિત્રના ખાસ અંદાજમાં ખુશ રહો.
નજીકનાંને પ્રેમ અને આદરથી રૂબરૂ મળી ખુશ રહો,
દૂરનાં જોડે સોસીયલ મીડિયાને સહારે ખુશ રહો.
જેઓ જતા રહ્યા છે તેમની યાદમાં ખુશ રહો,
જેઓ આવવાના છે તેમના ઈન્તેજારમાં ખુશ રહો.
જુના ખોવાયેલા મિત્રોને મેળવીને ખુશ રહો,
નવી નવી મિત્રતા કેળવીને ખુશ રહો.
(પંકજદાંડી)
No comments:
Post a Comment