Friday, August 14, 2026

ગમતી વ્યક્તિ મળી

 

ગમતી વ્યક્તિ મળી

એક ગમતી વ્યક્તિ મળી,

જાણે વર્ષો જૂની ભક્તિ ફળી.

અરે યાર ! ખબર પણ ન પડી,

મને મારા જ ભૂતકાળની વ્યક્તિ જડી.

અડધી સદીના અધૂરા અરમાનોમાં કેવી શક્તિ હશે?

કેટલી ઝંખનાઓ મેં મારા સ્વપ્નમાં જગાડી હશે ?

જયારે ભારતમાં, તે ભર બપોરે ઊંઘતી હશે,

ને મેં મોન્ટ્રિઅલથી, મધરાતે મેસેજ મોકલ્યો હશે !

(પંકજદાંડી)

No comments:

Post a Comment