Friday, August 14, 2026

ઘડપણ

 

ઘડપણ 

કપરો સમય આવી રહ્યો છે જીવનનો,

નથી કોઈ ભરોસો આ જિંદગીનો.

 સમય આવશે કમર ઝુકાવી ચાલવાનો,

ને હાથમાં વોકીંગ સ્ટીક રાખવાનો.

જીવન સફરને અંતે આવશે ઘડપણ,

ને ધીરે ધીરે છૂટતાં જશે સગપણ.

જેના પર રાખ્યો છે સૌથી વધુ ભરોસો,

તેને જ ભારે લાગશે આ ડોશી અને ડોસો.

બસ માંગુ છું પ્રભુ એક વરદાન આપી દે

શરીર સાથ છોડે પહેલાં જીવ છોડી દે.

(પંકજદાંડી)

1 comment: