કટુ સત્ય
જીવનમાં તકલીફ તો ઘણી આવી,
શું થાય ? સહન થઇ શકી એટલી સહી,
પછી સહનશક્તિની મર્યાદા જ વધારી દીધી.
ઘણી વાર જાતે જ નવી કેડી કંડારવી પડી,
જાતને નિયમના અપવાદમાં બાંધવી પડી.
મંજિલ ઘણી દૂર હતી ને ડગલાં મારાં નાનાં હતાં,
સફર ઘણી મુશ્કેલ રહી પણ સપનાં
મારાં મોટાં હતાં.
નાનકડી જિંદગીએ તો રંગ વારંવાર બદલ્યો,
પણ ભરોસો ખુદ પર કર્યો ને જાતે જ તર્યો.
વારસદાર ને સાથીદારનો સાથ હંમેશાં નથી
મળતો,
એકલાની પીઠ પર જ આવે છે કબીલાનો બોજો.
નાની નાની ખુશીમાં જિંદગી સરસ જીવવાનું શીખી
લીધું,
મેં મારા અનુભવનું કટુ સત્ય કવિતામાં આલેખી દીધું.
(પંકજદાંડી)
No comments:
Post a Comment