યુધ્ધ
જગતનો આ એક નિયમ ઘણો અટપટો છે,
જે પ્રજા યુધ્ધ કરે છે તે જ વિકાસ પામે છે.
પાયમાલ થઈને પણ ફરી બેઠા થઇ જાય છે,
પ્રજાનો જુસ્સો ને ખુમારી બેવડાઈ જાય છે.
ઊંચા વધતા તેમની જીડીપીના આંકડા છે,
યુરોપ, જાપાન, જર્મની તેના
દાખલા છે.
હવે તેઓ યુધ્ધનાં શસ્ત્રોની નિકાસ કરે છે,
ને આમ પોતાના દેશનો વિકાસ કરે છે.
મોડું મોડું હિન્દુસ્તાન પણ સળવળ્યું છે,
મિસાઈલ ટેક્નોલોજીમાં કાઠું કાઢ્યું છે.
‘મેક ઈન ઇન્ડિયા’ વાળો મોદી મંત્ર મધુરો
છે,
વિક્રાંત-અગ્નિ-અર્જુન-તેજસ તો ય અધૂરો છે.
(પંકજદાંડી)
nice
ReplyDelete