એક વાત કહેવી છે
તું મને જયારે રીંગ કરશે ત્યારે એક વાત કહેવી છે,
મારે દિલની છુપી શરારત તને ઉજાગર કરવી છે,
તું સૌ માટે હજુ સુધી અકબંધ રહેલું એક
રહસ્ય છે,
વર્ષોથી આ જ વાત પંકજ કવિતામાં કહી રહ્યો છે,
તું મારા મનમાં રહેલો કોઈ ભ્રમ કે પછી બીજું કંઈ છે,
સાચે જ નથી જાણતો એ પ્રેમ છે, ઇશ્ક છે કે
મહોબત છે.
તું મારા આચારમાં,
વિચારમાં, કવિતાઓની કડીમાં છે,
વોટ્સએપ ને ફેસબુકની પોષ્ટમાં પરિચિત છબીમાં છે.
તું ઉજાગરા વાળી અનેક રાતોમાં છુપાયેલી કહાણી છે,
બસ મારે દિલની છુપી આ જ વાત તને હવે કહેવી છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment