ભાગ્યમાં
બે નું એક થવું ભાગ્યમાં લખાયું જ ન હતું આપણા,
પણ દૂર રહીને ઇશ્ક કરવાનું શીખી લીધું છે આપણે.
હાથ એક બીજાના પકડવા પહેલાં જ છૂટી ગયા આપણા,
પણ હકીકતથી દૂર સપનોની દુનિયા સજાવી છે આપણે.
હું અને તું એકબીજાના દિલમાં વસી ગયાં છીએ આપણા.
પવિત્ર સંબંધોની ક્યાં કોઈને ફરિયાદ કરી છે આપણે?
હવે તો વોટ્સએપ પર દર્શન થતાં રહે છે આપણા,
કવિતાના શબ્દોથી પ્યાર કરતાં રહીએ છીએ આપણે.
સબંધ તો કોક અન્ય સાથે જોડાયેલ છે આપણા,
તેમને વફાદાર રહીને પ્રેમ નિભાવવાનો છે આપણે.
સિક્સટી પછી સિક્સટીન વાળા સબંધ છે આપણા,
આવું સરળ નથી પણ સરળ બનાવવાનું છે આપણે.
(પંકજદાંડી)
nice
ReplyDelete