અતીતના આયનામાં
હું જરા નવરો
પડું છું,
ને કોણ જાણે
ક્યાંથી તું ટપકી પડે છે,
મારા હૃદયનો ડોરબેલ
વગાડીને મને ઝંઝોળી કાઢે છે,
ને ફરી હું
વીતેલા અતીતને વાગોળતો થઇ જાઉં છું.
તારી આંખનો અફીણી
ઈશારો, ને એમાં જ મારું ઘાયલ થવું,
એક આંખ બંધ રાખી, મારું હળવેથી માથામાં
ખંજવાળવું,
ને મંદ મંદ સ્મિત કરી, તારું લાગણીઓનું સહર્ષ
સ્વીકારવું.
આપણા પ્રથમ
પ્રેમપત્રનું સામસામું આદાનપ્રદાન,
ને એક
પ્રેમકહાણીની શરૂઆતમાં જ તારું કન્યાદાન,
નવસારીથી ગયેલી ગાડી, ને મુંબઈથી ને ઊડેલું
વિમાન.
હવે તું જ મને
સમજાવે છે, જે ગમે છે એ જ દૂર થઇ જાય છે,
ને પંકજ સમજી પણ
જાય છે, એને જ જિંદગી કહેવાય છે,
સાચું કહું ! તારી બુધ્ધિ પ્રતિભાનું
દર્શન હવે મને થાય છે.
(પંકજદાંડી)
saras
ReplyDelete