Saturday, September 5, 2026

અલ્બર્ટાની લટાર

 

અલ્બર્ટાની લટાર

કનિષા-પ્રશાંતને પૈસે અલ્બર્ટાની લટાર મારી આવ્યા,

મિત્તલના પ્લાનીંગથી રોકીઝની રોનક જોઈ આવ્યા.

જમના, ભાવેશ ને રીકીની મહેમાનગતિ માણી આવ્યા,

અનિશ, કૃપાલી, આયન સાથે પ્રીતિ-વિનુને મળી આવ્યા.

મલિંગ લેક, મેડીસીન લેક, પેટ્રિક લેક ને પિરામિડ લેક,

ગોન્ડોલા, સ્કાય વોક, ક્રુઝ, આઇસફિલ્ડ ગ્લેશિયર રાઈડ.

ફોલ, રિવર, હોટેલ, મોટેલ, ફ્લાઇટ, રાઈડ ને શાલે,

નાની નાની બેગ લઈને પ્રિષા-પ્રાયન હોંશે હોંશે ચાલે.

એડવાન્સમાં રક્ષાબંધનનો લાભ લઇને આવ્યા,

ખત્રી સાહેબનો (N-1) નિયમ યાદ કરીને આવ્યા.

કારણ કે કાલગરીનો કાન આમળીને આવ્યા,

છતાં પાટીલસાહેબને મળવાનું મુકીને આવ્યા.

(પંકજદાંડી)

No comments:

Post a Comment