Sunday, September 6, 2026

દેશ માટે પ્રાર્થના

 

દેશ માટે પ્રાર્થના

યોગ અને આધ્યાત્મને નામે વેપલો કરતા બાબાઓથી,

અંધશ્રદ્ધાના મહાસાગરમાં ડૂબકાં ખાતી ભક્તિથી,

સ્ત્રીદર્શન માત્રથી દૂર ભાગતા બ્રહ્મચારીઓથી,

ગાંધી ને નામે, પણ કાયરતાની કુખે જન્મેલી અહિંસાથી,

સાવરકરને નામે, પણ અહિત કરતી કટ્ટરતાથી

ગરીબોના હક્ક ઉપર તરાપ મારતા સમાજસેવકોથી,

વોટ્સએપ યુનિવર્સીટીના લેભાગુ સ્નાતકોથી,

અભિવ્યક્તિની આઝાદીને નામે ફેક ન્યુઝ ફેલાવતી ચેનલોથી,

લોકશાહીના મંદિરને લજવતા નાગા પોલિટિશિયનોથી,

રક્ષકોના વેશમાં ફરતા કાયદેસરના ભક્ષકોથી,

એકતા અને અખંડિતતા માટે ખતરારૂપ આતંક્વાદીઓથી,

ઠેર ઠેર જામી પડેલા ગાદીપતિઓથી,

હે પ્રભુ ! મારા દેશને બચાવ.

(પંકજદાંડી)

 

ભારતના 76 મા સ્વાતંત્ર્યદિનના બે દિવસ પહેલાં દેશ માટે પ્રાર્થના

No comments:

Post a Comment