હેપ્પી બર્થ ડે, પ્રિષા
આગમન પ્રિષાનું આજનું થયું,
તેનું ત્રણ વરસનું
વહાણું વાયું.
બહેનને ભાઈનું હેત મળ્યું,
બંનેને લડવાનું બહાનું જડયું.
દાદા એ ગાર્ડરીનું સરનામું શોધ્યું,
પછી એ જ પગથિયું ચડવું પડયું.
સ્ટોપ-એરેત ને વળી મેરસી-થેંક્યુ,
ઇંગ્લીશમાં ફ્રેન્ચનું બહાનું બન્યું.
ક્યારેક આર્યાનું આવવું થયું,
ત્યારે ત્રણેનું તોફાન બમણું થયું.
પ્રિષા-પ્રેમને મીઠડું સ્મિત જડયું,
ને વર્ષગાંઠે દાદાનું ગીત બન્યું.
દાદાએ ‘હેપ્પી બર્થ ડે ટુ યુ’ વદ્યું,
બા એ ‘ઘણા ઘણા આશીર્વા’દ કહ્યું.
(પંકજદાંડી)
હેપ્પી બર્થ ડે પ્રિષા !
ReplyDelete