Sunday, September 6, 2026

વોટ્સએપ યુનિવર્સીટી

 

વોટ્સએપ યુનિવર્સીટી

એકવીસમી સદીનો વર્તમાન સમય ખુબ બગડી ગયો છે

એવું કહેવું જેટલું ખોટું છે,

 એટલું જ ખોટું,

વીસમી સદી સુધીનું બધું જ સારું જ હતું એવું માનવું પણ છે.

પૌરાણિક શાસ્ત્રો અને લોકજીવનમાં અનેક ખામીઓ જોઈ શકાય છે.

આધુનિક જ્ઞાન, વિજ્ઞાન, શાસ્ત્ર કે વિદ્યા પણ દોષમુક્ત ન જ હોય શકે.

પણ આજની વોટ્સએપ યુનિવર્સીટીએ તો દાટ વાળ્યો છે.

એ અફવાઓનું મોટું બજાર છે,

ફેક ન્યૂઝનું ફરતું કારખાનું છે.

ભલભલા માણસો એમાં ગોથું ખાઈ જાય છે.

આથી જ,

અનુભવી અને વિવેકી માણસો પુરી કસોટી પછી જ

સોશિયલ મીડિયાની વાત સાચી માને છે.

આ એક એવું પ્લેટફોર્મ છે કે,

 જે જગતને જોડવાને બદલે તોડવાનું કામ

 વધારે કરી રહ્યું છે.

(પંકજદાંડી)

 

 

1 comment: