Sunday, September 6, 2026

ભારતીય, હિન્દુ નારી

 

ભારતીય, હિન્દુ નારી

હું ભારતીય, હિન્દુ નારી છું.

નદીની માફક મર્યાદાના બે કાંઠાની વચ્ચે વહું તો,

 સમાજ અને દેશનું પોષણ કરું છું.

પરંતુ મર્યાદા તોડું તો,

 અંધ પ્રકૃતિથી સર્વ શક્તિ દ્વારા પ્રલય-વિનાશ નોતરું છું.

હું આધુનિકતાના અતિરેકમાં લઘુત્તમ વસ્ત્રો સાથે,

 રાત્રે એકલી સ્કૂટી ઉપર ઉડું છું.

આધુનિકતાના વાવાઝોડાંમાં મેં પૂજ્યા માતૃશક્તિને ભુલાવી દીધી છે.

ધીરે ધીરે ભોગ્યા નારી બનવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે એ બહાના હેઠળ,

 મારું જ અવમૂલ્યન કરી રહી છું.

અને આમ કરીને હું,

મારી પ્યારી ભારત માતાના આત્માને ગૂંગળાવી  રહી છું.

હું મારા શરીરને અતિશય ચાહું છું,

આથી જ હું તેની ગુલામ બનતી જાઉં છું.

મારા શરીર સૌંદર્યનું પવિત્રપણું ગુમાવીને બીજાઓ માટે પ્રદર્શન કરું છું,

હું ભ્રષ્ટ થઈશ તો હિન્દુ અને ભારતીય સંસ્કૃતિના પાયા હચમચી જશે.

મારી ભ્રષ્ટતાનો રેલો તમારા ઘરમાં ગમે ત્યારે પ્રવેશી શકે છે,

આથી મને કાબુમાં રાખો અને વિધર્મીઓના પડછાયાથી પણ દૂર રાખો.

એટલા માટે જ મને સાચા હૃદયથી પ્રેમ કરો.

(પંકજદાંડી)

એક સીમા હૈદર પાકિસ્તાનથી ઇન્ડિયા આવી. પરંતુ સામી બાજુ અંજુ પાકિસ્તાન ભાગી. વળી બીજી એક દુબઈના રસ્તે દોડી. અત્યાર સુધીમાં અગણિત હિન્દુ સ્ત્રીઓનું  ધર્મપરિવર્તન કરાયું. આજની રચના દ્વારા આપણા સૌની આંખો ખોલવાનો પ્રયત્ન થયો છે.

No comments:

Post a Comment