Sunday, September 6, 2026

તારી શક્તિઓ વડે

 

તારી શક્તિઓ વડે

હે પ્રભુ !

ઘણી વાર હું મૂંઝાઈ જાઉં છું.

શું કરવું એ સૂઝતું નથી.

મને સારું સુઝાડ, તારી શક્તિઓ વડે.

મારે જાણવું છે શ્રેષ્ઠ શું છે,

 મને જ્ઞાન પ્રદાન કર, તારી શક્તિઓ વડે.

હું અશક્ત છું,

મને સશક્ત બનાવ, તારી શક્તિઓ વડે.

મારામાં સદ્દભાવનાઓનો અભાવ છે,

મને સદભાવના પ્રદાન કર, તારી શક્તિઓ વડે.

કારણ કે પ્રભુ,

તારી પાસે શક્તિ છે, અને હું શક્તિહીન.

તું જ્ઞાની છે, અને હું અજ્ઞાની.

એક તું જ છે, જેને તમામ અદશ્ય બાબતોનું જ્ઞાન છે.

વીલ યુ લીસન મી પ્રભુ ?

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment