નેવુંમો જન્મદિન
સાંસારિક જવાબદારીઓના બોજ હેઠળ દબાયેલી એક વૃધ્ધા.
વોકિંગ સ્ટીકને સહારે ધીમા કદમ ભરતા બે પગ.
યાદદાસ્તને ભૂલતું જતું મગજનું સોફ્ટવેર,
શરીર આખાનું હાલી ગયેલું હાર્ડવેર.
સતત ક્રિયાશીલ રહેતું વ્યક્તિત્વ,
સતત ખતરામાં રહેતું અસ્તિત્વ,
એ જ તો છે આ વૃધ્ધાનું સાચું સ્વરૂપ.
અનેક પીડાઓને પી જઈને,
તમામ જવાબદારીઓને નિભાવીને,
પોતાની ચોથી પેઢીના બાળકોને રમાડીને,
આજે એકાણુમાં વરસમાં પગ માંડતી મારી બા ને,
એના નેવુંમાં જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ ....
(પંકજદાંડી)
No comments:
Post a Comment