Sunday, September 6, 2026

પરદેશી પંખી

 

પરદેશી પંખી

એ સમય કેટલો સરસ હતો જયારે આપણે બંને ગુરુકુળમાં હતાં,

સ્કૂલ એક, ક્લાસ એક, છતાં બેસતાં ને મલકાતાં સામસામે હતાં.

પણ જ્યારથી તેં ગુરુકુળ છોડયું,

તને તારું નવું સરનામું મળ્યું.

તું આકાશે ઉડી, ને પરદેશી પંખીમાં પરિવર્તિત થઇ ગઈ.

તને ઘણું ઘણું દેખાયું,

સ્નો દેખાયો, નવી દુનિયા દેખાઈ, નવાં સગાં સબંધી દેખાયાં,

ન દેખાયો તો એક હું.

તને પ્રિય લાગે એવું ઘણું દેખાયું, પણ ન દેખાઈ મારી પ્રીત,

કશું પણ બોલ્યા ચાલ્યા વિનાની મારી પવિત્ર લાગણીઓ,

તને ગુમાવ્યા પછી પણ ચાહતા રહેવાની મારી લગન.

અને આપણા મુરઝાયેલા ચંદ્રકમળને જીવંત રાખવાની મથામણ.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment