Sunday, September 6, 2026

બનાવટી દૂધ

 

બનાવટી દૂધ

હે કાનજી !

તારો ય જમાનો હતો.

રાધાને વિરહની આગમાં શેકતો હતો.

ગોપીઓને ગમમાં મૂંઝવતો હતો.

તો ય ઓરીજીનલ પ્યાર મહેકતો હતો.

અને હવે,

અમારો ય જમાનો છે.

રાધા મોબાઈલમાં મુખ મલકાવે છે.

જશોદા ડેરીમાં દૂધ મોકલાવે છે.

તો ય બનાવટી દૂધ છેડેચોક વેચાય છે.

(પંકજદાંડી)

હે કાનજી !

તારો ય જમાનો હતો.

રાધાને રાતભર રાસમાં રમાડતો હતો.

વળી એને જ વિરહની આગમાં શેકતો હતો.

ગોપીઓને ગમમાં મૂંઝવતો હતો.

તો ય ઓરીજીનલ પ્યાર મહેકતો હતો.

અને હવે,

તદ્દન નવો જમાનો છે,

મોડર્ન રાધિકા ફેસબુક ને વોટ્સએપ પર વ્યસ્ત છે,

મોંઘાદાટ આઈફોન ગોપીઓને હસ્ત છે,

ગ્રામ્ય જશોદા દૂધમંડળીના પગારમાં મસ્ત  છે

તો ય ભારતનો મધ્યમવર્ગ બનાવટી  દૂધથી ત્રસ્ત છે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment