આજની વાત
યુગપુરુષ ક્યારેક જૂની પરંપરાઓ તોડે છે અને નવી સર્જે છે.
પશ્ચિમ સામે નમી
પડવાની જૂની પરંપરા મોદીજીએ તોડી છે.
વર્તમાનમાં
કેનેડામાં હિન્દુઓની એકતાએ નવી પરંપરા સર્જી છે.
સરકાર પ્રેરિત
આંતકવાદ સામે આંખ દેખાડવાની હિંમત જોડી છે.
નિયતિ યુગપુરુષોની પરીક્ષા
કરવામાં ઉતાવળી હોય છે.
સારો માણસ જરાક સારો નિર્ણય લે એટલે કસોટી થાય જ.
કસોટી ગાંધીની થાય, ઝીણાની નહીં, મોદીની થાય ટ્રુડોની નહીં.
ઝીણાનું
પાકિસ્તાન ને ટ્રુડોનું ખાલીસ્તાન પોઝીટીવ શક્તિઓ નથી.
સામાન્ય રીતે આપત્તિ ઓચિંતી આવે છે, ખુબ તકલીફ આપે છે,
રડાવે છે અને ક્યારેક પાછળથી કલ્યાણકારી સાબિત થાય છે.
અમેરિકાનો કોઈ
ભરોસો નથી, ફાઈવ આઇઝથી સાવધ રહેવાનું છે.
ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂચ જેવું રશિયા જ આપણું સાચું મિત્ર છે.
આપણે તો નથી રાગ અને નથી દ્વેષ, નથી શોક અને નથી મોહ.
નથી ઈર્ષ્યા અને નથી ધિક્કાર, નથી મમત્વ અને નથી અહંકાર.
છે કેવળ સત્યનો જ આધાર, ને નિયતિનો સ્વસ્થ સ્વીકાર
!
(પંકજદાંડી)
ગઈ કાલે એક
મિત્રે હાલની ઘટનાઓ વિષે લખવાનું જણાવ્યું ને એક ‘અવ્યવસ્થિત’ રચના ઉતરી આવી.
No comments:
Post a Comment