ગાંધી અને શાસ્ત્રી
‘બીજી ઓક્ટોબરે કોણ જન્મ્યું હતું?’ એવું ય
પુછાશે.
સ્ક્રીન પર ગાંધી અને શાસ્ત્રીનાં નામ ચમકશે.
રાષ્ટ્રપિતા ને વડાપ્રધાન, વંદન તમને થાશે
સત્ય, અહિંસા ને કરુણા સાથે ચરખાને યાદ કરાશે,
‘જય જવાન, જય કિસાન’નો નારો બુલંદ થાશે.
ચર્ચીલ માટે ‘નંગા ફકીર,’ કસ્તુરબાના કંથ,
મોહનથી બની ગયા મહાત્મા, સાબરમતીના સંત.
એક ગરીબ અને પ્રામાણિક વ્યક્તિ વડાપ્રધાન બન્યા,
1965ના યુદ્ધમાં લાહોરના પાદરમાં આપણે પહોંચ્યા.
હમણાં જ શાંતિઘાટ પર મોદીજીએ G-20 ને આમંત્ર્યા,
ભાઈચારા ને વિશ્વશાંતિના સંદેશ દુનિયાને અપાવ્યા.
તમે બંને મહાન આત્માઓ,
સ્વર્ગેથી હાથ હલાવો,
સૌ ભારતીયો તરફથી ‘હેપ્પી બર્થ ડે’ વીશ સ્વીકારો.
(પંકજદાંડી)
No comments:
Post a Comment