તું જ મારી પ્રેમિકા
તું કુદરતની એક સુંદર રચના,
તને પામવા કરું પ્રભુને યાચના.
તને જ શોભે શબ્દોના શણગાર,
તું પોતે જ છંદ, તું જ અલંકાર.
તું જ આનંદ, તું જ કિલ્લોલ,
તું જ રોમાન્સ, તું જ રોમાંચ.
તારે લીધે જ વાદ ને વિવાદ,
તારે લીધે જ સઘળા સંવાદ.
તારો રહ્યો સ્નેહાળ સ્વભાવ,
તારો આથી જ જબરો પ્રભાવ.
તું જ રાધિકા, તું જ સારિકા,
તું જ ચંદ્રિકા, તું જ મારી પ્રેમિકા.
(પંકજદાંડી)
No comments:
Post a Comment