પરમેનન્ટ પ્રૉબ્લેમ
આઝાદી પછી ભારતવર્ષના પરમેનન્ટ પ્રૉબ્લેમ કયા?
જવાબ છે :
ગરીબી, બેકારી, મોંઘવારી, વસ્તીવધારો,
અને એ સૌથી ઉપર હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય.
વૈમનસ્યનું કારણ છે, બંને બાજુની કટ્ટરતા.
એમાં પણ,
‘હિન્દુ કટ્ટરતા કરતાં મુસ્લિમ કટ્ટરતા વધુ પવિત્ર છે’, એવું
સેક્યુલર ગણાતા લોકો માનતા અને મનાવતા રહ્યા છે.
હિન્દુ કટ્ટરતા નીંદનીય અને મુસ્લિમ કટ્ટરતા નિંદાથી પર !
આવું કેમ ?
તેનું કારણ છે નબળી શિક્ષણ વ્યવસ્થા.
શિક્ષિત હોવું એટલે ધાર્મિક ન જ હોવું, એવી
વ્યાખ્યા ગોઠવાઈ.
પરિણામે આજે,
નવ્વાણું ટકા હિન્દુઓએ પોતાનું ધર્મપુસ્તક ‘ગીતા’ વાંચ્યું નથી.
તમે વાંચ્યું છે ?
સાચો જવાબ આપશો તો ગમશે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment