Sunday, September 6, 2026

જોઉં છું

 

જોઉં છું

જયારે જોઉં છું ટીવી પર ‘BBC Earth’,

લાગે છે ધરતી કેટલી સુંદર છે !

ને જોઉં છું ચેનલ બદલીને ‘BBC News’,

લાગે છે દુનિયા કેટલી ખરાબ છે !

ક્યારેક લાગે છે દુનિયાના લોકોમાં ખુબ પ્યાર છે

ક્યારેક લાગે છે સંબંધોની દુનિયામાં

માત્ર વેપાર અને તકરાર છે.

કેટલાક સમજદાર વૃદ્ધો જિંદગીને

મોજથી જીવી લેવા માટે હજુ ય બેકરાર છે.

ને કેટલાક નાસમજ યુવાનોને

‘PUBG’ ગેમ રમતાં રમતાં મોતનો ઇન્તજાર છે.

ક્યારેક સોશિયલ મીડિયા પર લાગે છે

 સૌ ભારતીયોને દેશ માટે પ્યાર છે.

પણ પછી એ જ માધ્યમ પર સમજાય છે

 એમાં પણ છુપા ગદ્દાર છે.

ક્યારેક ફેસબુકની દુનિયામાં લાગે છે,

 હિન્દુસ્તાનનો કેટલો સરસ સંસાર છે !

પણ ધીરે ધીરે વોટ્સએપ પર સમજાય છે,

 આ સંસારમાં જ મોળો કંસાર છે.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment