Sunday, September 6, 2026

મોટો સિક્રેટ

 

મોટો સિક્રેટ

તને જ પ્રેમિકા કલ્પીને લખેલી કવિતાઓ સાચવી રાખી છે મેં,

વળી ત્યારે ન બોલાયેલા રોમેન્ટિક શબ્દોને લખી રાખ્યા છે મેં

એ આશામાં ને આશામાં મારી કવિતા ક્યારેક તો વાંચીશ તું,

પચાસ વરસથી હૃદયના કેટલાય ધબકાર ચુકી જાઉં છું હું.

આપ્યો છે કરુણ અંજામ જે નીલુ-પીલુ લવસ્ટોરીનો તેં, 

ક્યારેક ત્યાંથી જ મળેલું ઇલુ ઇલુ સાચવી રાખ્યું છે મેં.

ઓછી ઉંમરના બહાના હેઠળ જે નિભાવી ન શકાયો તે,  

યે દિલ તુઝે દે જાયેંગેવાળો લય સાચવી રાખ્યો છે મેં.

વોટ્સએપ ઉપર દર્શનસુખના અભિલાષી છીએ આપણે બે,

પણ ફેસબુક ઉપર તારી કવિતા લખવાનું ચાલુ રાખ્યું છે મેં.

આટ આટલી કવિતાઓ પછી પણ ઘણાને સમજાયો નથી તે,

આપણી નાની લવ લાઇફનો મોટો સિક્રેટ સાચવી રાખ્યો છે મેં.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment