તું કહે છે
તું કહે છે;
કેમ જીવનની એવી રીત નથી ?
જેમાં ખોયું એનો ગમ નથી, પણ જે મળ્યું છે તે પણ કમ નથી.
જે નથી તે ભલે એક ખ્વાબ છે, પણ જે છે તે પણ લાજવાબ છે.
પણ હું જરા જુદું વિચારું છું;
ઓરીજીનલ ગુમાવવાનો ગમ કેમ ન હોય ?
ભલે ને ડુપ્લીકેટ તેનાથી કમ ન હોય !
જે નથી તે તો એક ખ્વાબ જ રહેવાનું છે,
પણ ખ્વાબના ખયાલો પણ લાજવાબ હોય છે.
એટલે જ,
હવે હું સ્વપ્નના
મહેલો રચું છું, તેમાં આનંદથી જીવું છું
અને કવિતાની ચાંદનીમાં,
સૂર્યાસ્તની વાટે વિચરતો રહું છું.
(પંકજદાંડી)
No comments:
Post a Comment