અમારું જીવન ગુંજે ગુંજે
વિનય મંદિરને કુંજે અમારું જીવન ગુંજે ગુંજે....
વિનય મંદિરને કુંજે...
માધ્યમિકની પગલી પહેલી, એબીસીડી અહીં પહેલી,
અહીં અમારા
કિશોર વયની વાદળીઓ વરસેલી.
અહીં શિયાળે
ખાટાં બોર, ને પાપડી ઊંધિયું વસંતે,
અષાઢ-શ્રાવણનાં ઝાપટાં
ઝીલ્યાં, રમ્યાં અમે છબછબીએ.
અમે રમ્યાં
ડાંગર ક્યારીમાં, ડીપલી ને સેગઈમાં,
લુન્સીકુઇમાં
જઈ આળોટયાં, ક્રિકેટ કાર્નિવલમાં.
અહીં અમારાં
ભવિષ્ય શોધ્યાં, મેટ્રિક પાર ઊતર્યાં,
વિશ્વવિજય ને
વરવા કાજે રાત્રિ ક્લાસમાં ભણ્યાં.
અહીં અમે લડયાં
ઝગડયાં, અહીં જીત્યાં અહીં હાર્યા,
જીવનજંગે જગત
ભમ્યાં પણ વિસાર્યાં નહીં સ્કૂલ માયા.
લઇ વિકસતા
વિજ્ઞાનની કેડી, સહારે સોસીયલ મીડિયા,
પાઠવીએ
અંતઃકરણથી, વાર્ષિકોત્સવની હાર્દિક શુભેચ્છા.
વિનય મંદિરના કુંજે... તમારું જીવન ગૂંજશે જગમાં....
(પંકજદાંડી)
મારું પણ જીવન ગુંજે ગુંજે ...વિનય મંદિર કાજે
ReplyDelete