ઉત્તર- પરદેશી પંખી
અહીં જ તારી ભૂલ થાય છે પંકજ !
તને લાગ્યું હું આકાશે ઉડી ને પરદેશી પંખી બની ગઈ પણ,
મારા અંતરમનનું અસ્તિત્વ તો તારી પાસે છોડીને જ ગઈ હતી !
ફરિયાદ તો મારી ઘણી હતી, પણ હું તારાથી અતિ દુર હતી.
સામાજિક બંધનો પણ ઘણાં હતાં.
વિકટ પ્રશ્ન એ હતો કે મારી વ્યથા હું ક્યાં અને કોને વ્યક્ત કરું ?
છેક પચાસ વર્ષે વોટ્સએપની દુનિયાએ આપણો ફરી મેળાપ કરાવ્યો.
હવે દર બુધવારે બપોરે હું તને રીંગ કરું છું,
અને પછી શુક્રવારે તું કવિતામાં એનું જ વર્ણન કરે છે.
‘જાયે કહીં ભી મગર હમ
સજના, યે દિલ તુઝે દે જાયેંગે’
વાળો વાયદો મેં બરાબર નિભાવ્યો છે.
હવે એની કવિતા લખવાનું કામ તારે કાયમ માટે નિભાવવાનું છે.
ને આ રીતે પ્રેમના ‘ચંદ્રકમળ’ ને ખીલેલું
રાખવાનું છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment