તું જ કહે છે કે
તું જ કહે છે કે; તું રીસાઈ ગઈ હતી.
હા, રીસાવાનો તારો હક્ક છે.
પણ હું કહું છું આપણે બંને ખોવાઈ ગયાં હતાં,
અને ખોવાવાનો આપણો અબાધિત અધિકાર છે.
આપણે ખોવાયાં હતાં ખયાલોમાં,
જકડાયાં હતાં જવાબદારીઓમાં,
સમયના અભાવમાં ને ઉંમરના પ્રભાવમાં.
આમ તો કારણ કશું ન હતું
પણ વાત કરવાનું બહાનું જડતું ન હતું.
લે જડી ગયું....... બહાનું લખવાનું
ચાન્સ મળે તો થોડીક કવિતા,
પરબીડિયામાં બંધ કરીને મોકલવી છે,
એના ઘરના સરનામા પર.
લાગે છે કેટલાક લોકોને ફુરસદનથી,
પોતાનાંને યાદ કરવાની,
સોસીયલ મીડિયાના પ્લેટફોર્મ પર.
(પંકજદાંડી)
No comments:
Post a Comment