Sunday, September 6, 2026

વાદળોમાં છુપાયેલો

 

મારા ક્લાસમાં ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો;
ચંદ્રથી સુંદર કોણ છે ?
કોઈએ કહ્યું ગુલાબ, તો કોઈને કમળ દેખાયું.

કોકને હંસ, તો કોકને સુવર્ણમૃગ લાગ્યું.

પણ હું કશું ન બોલ્યો.

એક કન્યાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો

એણે ગુસ્સામાં વાળથી

પોતાનો જ ચહેરો અડધો ઢાંકી દીધો

મેં પહેલે ઈશારે એને સમજાવ્યું:

તારા વાળની ઝુલ્ફોને આમ જ રહેવા દેજે.

બીજા ઈશારે ગુરુજીને એ તરફ દોર્યા.

પછી શું ?

 ગુરુજી પણ ગોથું ખાઈ ગયા.

અને હું એટલું જ બોલ્યોઃ

ચંદ્ર અને તે પણ વાદળોમાં છુપાયેલો જ

 વધુ હસીન દેખાય છે.

(પંકજદાંડી)

 


No comments:

Post a Comment