સાથે જીવી ન શકાયું
સ્કૂલ એક હતી, ક્લાસ એક હતો ને બેસતાં સામસામે હતાં,
છતાં ન નીરખી શકાયું, ન બોલી શકાયું, ન સ્પર્શી
શકાયું.
સમય તો હતો સ્કૂલના યુનિફોર્મમાં માત્ર થોડાં જ વર્ષોનો,
પણ તેને આજ દિન સુધી આપણાથી ન ભૂલી શકાયું.
સાચી વાત એ છે કે દિલ ધડક્યાં હતાં તો બંને છેડાએ,
પણ પછી બદનસીબે એને ધડકતાં રાખી ન શકાયું.
તું ક્યાં? હું ક્યાં? અને એક બીજાને શોધવાં ક્યાં?
અંતે વોટ્સએપ પર આવ્યાં તો યે મળી ન શકાયું.
હજુ આજે ય લઈએ છીએ ક્યારેક કિટ્ટા ને ક્યારેક મિટ્ટા,
કેવી બદનસીબી, સાથે ભણીને ય સાથે જીવી ન શકાયું !
(પંકજદાંડી)
આને કહેવાય બદનસીબી !
ReplyDelete