Sunday, September 6, 2026

નથી તારી વેદના અજાણી

 

નથી તારી વેદના અજાણી

મેં મારી વેદનાની કવિતા ફેસબુકમાં જણાવી,

પણ તારી વેદના તો છે હજી ય સાવ અજાણી.

હૃદયના બંધ સેફ્ટિવોલ્ટમાં તેં રાખી સંતાડી,

ન કદી હોઠ પર આણી, ન ફેસબુકે દેખાણી.

મેં તો એને વોટ્સએપ પર જગ જાહેર કરી,

પણ તેં એવી કોઈ બીનજરૂરી ધમાલ ન કરી.

મારી કવિતામાં કોકે તને લગભગ લીધી ખોળી,

પણ શીતળ ચાંદનીમાં એને તેં દીધી હાથતાળી.

જોયાં તારી આંખોના ખૂણામાં વેદનાનાં પાણી,

સાચું છે, નથી તારી વેદના મારાથી અજાણી.

(પંકજદાંડી)

No comments:

Post a Comment