આપણું મિલન
વિરહનાં પચાસ વરસતો થઇ ગયાં,
ખબર નથી હવે આપણું મિલન ક્યારે થશે ?
પણ એટલી તો જરૂર ખબર છે,
જયારે પણ થશે ત્યારે એ સામાન્ય ન હશે.
એ તો,
ધરતી અને આકાશનું મિલન હશે,
જેનો ચંદ્રમા સાક્ષી હશે.
નદી અને સમંદરનું મિલન હશે,
જ્યાં જળજ્યોતનું પંકજળમાં શમન થશે.
સુન્દરમ અને સત્યમનું મિલન હશે,
જેમાં શિવમ ઓતપ્રોત હશે.
પ્રકૃતિ અને સંસ્કૃતિનું મિલન હશે,
જેમાં કોક કવિતા કારણભૂત હશે.
માધુર્ય અને સામર્થ્યનું મિલન હશે,
જેના બેકગ્રાઉન્ડમાં ગુરુકુળ હશે.
આવું દિવ્ય-ભવ્ય ને મીઠું-મધુરું આપણું મિલન હશે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment