Saturday, September 5, 2026

એક બીજાના હૃદયમાં

 

એક બીજાના હૃદયમાં

 સાચું છે, હું ક્યારેય તારી સાથે નથી હોતો.

તે જ રીતે, તું પણ મારી સાથે નથી જ હોતી.

પણ યાદ રાખજે,

જયારે જયારે આપણે એક બીજાની સાથે નથી હોતા,

ત્યારે ત્યારે એક બીજાના હૃદયમાં જરૂર હોઈએ છીએ,

અને તે પણ એકદમ ઊંડાણમાં !

આ ઊંડાણની ખાતરી કરાવી હોય તો કરી લે,

કેટલી વાર આપણે વોટસએપ ચેક કર્યું તે જોઈ લે.

‘ગુડ મોર્નિંગ’નો મેસેજ આવે છે હૃદયના ઊંડાણમાંથી.

‘જય શ્રી કૃષ્ણ’નો ઉત્તર બને છે ‘રાધે રાધે’ ના જોડાણમાંથી.

એકબીજાને સૌથી ખાસ ગણ્યા છે, આપણા જ દોસ્તમાંથી,

દૂર રહીને પણ દિલમાં રાખ્યાં છે, વોટ્સએપના લિસ્ટમાંથી.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment