Sunday, September 6, 2026

જવાબી રચના

 

જવાબી રચના

પંકજ, તારી વિરહ વેદનાની કવિતા ઘણી થઇ,

હવે મારી જવાબી રચના પણ સાંભળ ભઈ.

જયારે સ્કૂલમાં હતી ત્યારે પૂછ્યું નથી,

ફેસબુક પર હવે ફરિયાદ શાની કરે છે ?

સમય મળ્યો હતો ત્યારે વાત નો'તો કરતો,

હવે ફોન માટે વલખાં શીદને મારે છે ??

અરે ! તારો તો હક્ક હતો, પણ તેં જતાવ્યો નહીં,

એટલે હવે મને ખોવાનું દર્દ કવિતામાં બતાવીશ નહીં.

તને મારા પ્રત્યે લાગણી તો હતી જ, પણ તે બતાવવાનું તું ચુક્યો,

હવે મને મારા જ હાલ પર છોડીને તરસ ખાવાનો શું અર્થ ?

ત્યારે જે કહેવું હતું તે એકવાર હિમ્મતથી કહી દેવું હતું,

હવે વોટ્સએપ પર વરસવાનો શો અર્થ ??

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment