Sunday, September 6, 2026

પ્રાર્થના કરવા લાગ્યો છું.

 

પ્રાર્થના કરવા લાગ્યો છું.

 પ્યાર તો પહેલાં પણ કરતો હતો, હવે તે જાહેર કરવા લાગ્યો છું.

કહેવાનો વખત મળે ન મળે, એટલે જ હવે કહેવા લાગ્યો છું.

પહેલાં જેવી સ્ફૂર્તિ નથી, તો યે દોડવાનો પ્રયત્ન કરવા લાગ્યો છું.

બાકી રહેલા શ્વાસોથી તને ચાહવાની વાત વર્ણવવા લાગ્યો છું.

મારી અંગત લાઈબ્રેરીના પુસ્તકો વાંચતાં વાંચતાં સુવા લાગ્યો છું.

સૂતાં સૂતાં જૂની લવસ્ટોરીની નવી કવિતાઓ વિચારવા લાગ્યો છું.

ગ્રાન્ડચિલ્ડ્ર્નની ટેઈક કેર કરતાં કરતાં સૂવડાવવા લાગ્યો છું.

ગુજરાતી હાલરડાં માટે લેપટોપનો સહારો શોધવા લાગ્યો છુ.

આવી રહેલી નિવૃત્તિ પછીની પ્રવૃત્તિઓનો વિચાર કરવા લાગ્યો છું.

મક્કમ હોવા છતાં ક્યારેક થાય છે હવે ઉંમરથી થાકવા લાગ્યો છું.

દર બુધવારની બપોરે તારા કોલનો ઇન્તજાર કરવા લાગ્યો છું.

તે પછી શુક્રવારે તારી કવિતાનો ક્રમ ચાલુ રાખવા પામ્યો છું.

રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે છતાં પથારીવશ થવાનો ડર લાગે છે,

ચાલતાં ચાલતાં જ ચાલી જાઉં એવી પ્રાર્થના કરવા લાગ્યો છું.

(પંકજદાંડી)

No comments:

Post a Comment